...

1 views

ઉંમર નો તકાજો
ઉંમર નો તકાજો

યાદશકિત ધીરે ધીરે ઓસરી રહિ છે,
સહનશક્તિ પણ એજ રીતે ઓસરી રહી છે;

ન જાણે હું કેટકેટલું વિસરી રહી છું,
પણ જે વિસરાવું જોઇયે, તે ક્યાં વિસરી રહી છું?

ઉંમર પોતાનો તકાજો કરે છે; તો પણ હું શા કાજ ખટાશમાં મિસરી નાખી રહી છું!

જીવનમાં બેબસ્તા, એક કડવાશ સતત આવતો જાય છે, શું એને ઘટાડવા મીસરી કામ આવશે?

શરીરના દરેક અવ્યયમાં દુઃખદર્દ વધી રહ્યાં છે; કામ કરતી નથી કોઇ ઔષદી, કોઇ જીવન કેસરી

માલિક, શું જીવન એક ઘુવડ બની વિતાવવું પડશે ખૂણે બેસી એક; ચપળતા વિસરી?

Armin Dutia Motashaw