...

2 views

જિંદગી ચાર સ્ટેશન
૧)પહેલે સ્ટેશન મળ્યા રમકડાં, પારણું, બોટલ, ને ગોદડી જાડી.

કોઈ હસાવે , કોઈ રડાવે, ખભો પિતાનો, ને 'માઁ' ની સાડી.

આવ્યું ભણતર, જબરા ટીચર, સો એકડાને ચાલણગાડી.
લંચબોક્સ, ગણવેશ ને દફતર, રેલવે લાઈન આવે આડી.
ધૂળિયા રસ્તા, લીલા ખેતર, મામાનો કૂવો, ને દાદાની વાડી.
છેલ્લી બેન્ચે ધીંગા-મસ્તી, સાહેબ સોટી દે વળગાડી.

ચઢતાં ચઢતાં બોર્ડમાં પહોંચ્યા, ગાઈડ, ટેસ્ટ, ટ્યુશનનું ચક્કર.
મેટ્રિક થવા, મેં-ટ્રીક વાપરી, જોઈ જોઈને લખ્યા પેપર.
કોલેજમાં તો કેવા જલસા, આંખે ગોગલ્સ, ઉંચા કોલર.
રોમેન્ટિક થવાના પ્રયત્ને, પડ્યા હાથના નકશા મોં પર.

ગ્રેજ્યુએટ નો સિક્કો લાગ્યો, પેરન્ટ્સને મુજમાં રસ જાગ્યો.
દોડવું તું ને ઢાળ મળી ગ્યો, ટુંક સમયમાં હું પરણી ગ્યો.

૨) યૌવન કેરું આવ્યું સ્ટેશન, ઉપજ-ખર્ચ, દૂધ-શાક ને રાશન.

પહેલાં કીધા થોડા ફંદા,પણ એમાં ના ફાવ્યા બંદા.
પછી નોકરીને સ્વીકારી,જીવન નૈયાને હંકારી.

સંતાનોનું થયું આગમન,મહોરી ઉઠ્યું જીવનનું ઉપવન.

નાના નાના એના હાથો, હસતું મુખ, ચમકતી આંખો .
ઘર આખું ચગડોળ ચઢાવે, ખુદ ઉંઘે બીજાને જગાવે.

હવે જીવનમાં સ્થિરતા આવી, સમજણને ગંભીરતા આવી.
થોડી શી માનવતા શીખ્યો, સંબંધો સાચવતાં શીખ્યો.
ખોટા કામથી ડરતા શીખ્યો, મદદ કોઈની કરતાં શીખ્યો.

માણસ સિદ્ધહસ્ત કહેવાયો,હું સદગૃહસ્થ કહેવાયો.
જીવનસાથીએ સાથ નિભાવ્યો, મિત્રોએ પડતો અટકાવ્યો.

પ્રભુ કરુણાએ રાહ બતાવ્યો,અંતે ત્રીજે સ્ટેશન આવ્યો.

૩) આવ્યું હવે...