...

4 views

આત્મા અને પરમાત્મા
આત્મા અને પરમાત્મા


નથી હું એકલો,આત્મા સાથે
જીવ જ્યોત લઇને આવ્યો

રહસ્ય છે અકબંધ એ
ઈશ્વર સર્વવ્યાપી જાણે

અંતર મનની વાતો જાણી
માર્ગ આપણને દેખાડે

છતાં પણ આપણે નાસમજ એવા
ઈશ્વરની લીલા ના જાણે

દયા દ્રષ્ટિ ઈશ્વરની એવી
છતાં ઈશ્વરને ના પહેચાને

રસ્તો છે આસાન પણ
કુદરતનું રહસ્ય ના જાણે

જાણી જોઈને નકારે ઈશ્વરને
અહમ્ થઈ મસ્તક ના નમાવે

નથી હું એકલો માનું
છતાં ઈશ્વર માટે દર દર ભટકુ

અંતર મનમાં દર્શન ના કરું!
ભેદભાવમાં અટકી જાઉં

લાખ કોશિશ કરવા છતાં
પરમાત્માને ના પહેચાનું...
- કૌશિક દવે

© Kaush.D.