...

6 views

પ્રેમનું ગુલાબ તું
પ્રેમનું એક સુંદર ખીલતું મહેકતું ગુલાબ તું
સ્વર્ગ ની પરીઓથી લાગે વધું લાજવાબ તું,

ચાંદની તારા રૂપનાં અજવાળે ચમકી ઉઠતી
આ જગતમાં ખૂબસૂરતી નો શ્રેષ્ઠ ખિતાબ તું,

શરબતી હોઠો થી પ્રેમ શબ્દો રસ મીઠાં બને
ચાહતમાં પુછાતાં સવાલો નો માત્ર જવાબ તું,

પ્રકૃતિ જાગે " સંગીતા" તારી ઝાંઝર ઝણકારે
નસીબદાર ને જ મળે એવું છે રત્ન નાયાબ તું,

લહેરાતી ઝુલ્ફો પર થી હવા તારી સુગંધ લાવે
આ અંતરમાં અત્તરે મહેકતી એક મેહબૂબ તું,

તારા હાથમાં મહેંદી નો રંગ થઈ હૃદયે વસવું
અપ્રતિમ સૌંદર્ય ના શણગારે લાગે છે ખૂબ તું.























© All Rights Reserved